ऱग-ए-जाँ में ऐसा तूफां उठा गया कोई
बे-हर्फ़ से बा-हर्फ़ मुज़को बना गया कोई
जूनुं-ए-इश्क यूँ तारी है ज़माने की हवाओं पर
लफ्ज़-ब-लफ्ज़ यूँ ही ग़ज़ल सूना गया कोई
तमन्ना-ए-वस्ल लिए बैठे रहे ताउम्र हम
पयाम-ए-अलविदा आके सुना गया कोई
सोचे बैठे थे जिन को रहनुमा-औ-रहबर
उन्हीं लोगों की साज़िश से लूट गया कोई
तमाशा यूँ न बनाओ अजीत का अय नफरतदानों
अज़ान-औ-आरती को आज मिला गया कोई
મારી પ્રથમ ઉર્દુ ગઝલ નો આવડ્યો એવો ગુજરાતી અનુવાદ ......મિત્રો ની ટીકા/ટીપ્પણી અને સલાહ આવકાર્ય
નસેનસમાં એવું રમખાણ મચાવી ગયું કોઈ
ની:શબ્દ મુજ ને વાચાળ બનાવી ગયું કોઈ
વહાલનો વાયરો વીંઝાણો છે આજ એવો
શબ્દહાર ગુંથી ગઝલ સંભળાવી ગયું કોઈ
મિલન ની આશ જીવનભર લઇ બેસી રહ્યોં
આખરી સલામ નો સંદેશો આપી ગયું કોઈ
માન્યા હતા જેમને હમસફર અને ભોમિયા
એમના પ્રપંચ થી જ જુઓ લુંટાઈ ગયું કોઈ
તમાશો "અજિત" નો બનાવો ના ઘૃણા ફેલાવનારાઓ
અજાન અને આરતી ને આજ મેળવી ગયું કોઈ
No comments:
Post a Comment